જ્યોતિષમાં ગ્રહોની શાંતિ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો અનુસાર ગાય માતાને પ્રસન્ન કરીને પણ આપણે નવગ્રહોને શાંત કરી શકીએ છીએ. તમે દરેક વખતે આ ખોરાક ખવડાવીને ગાય માતાને ખુશ કરી શકો છો. આજે આ લેખમાં ખાસ એ વસ્તુ વિષે વાત કરી છે કે જે ગાયને ખવડાવીને તમે રાતોરાત ધનવાન બની શકો છો, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમેપણ..
એવું કહેવાય છે કે એક પ્રતાપી રાજાએ ગાયની સેવા કરી હતી અને તેના કારણે તેને સંતાનનું વરદાન મળ્યું હતું. ગાયની સેવા કરવી અનેક રીતે ફાયદાકારક છે.
સૂર્ય ગ્રહની શુભ અસર માટે રવિવારે રોટલીની ઉપર થોડો ગોળ મૂકીને લાલ ગાયને ખવડાવો.
ચંદ્ર ગ્રહની શુભ અસર માટે સોમવારે રોટલી પર ઘી લગાવીને ગાયને ખવડાવો. કાચા કે રાંધેલા ચોખાને દૂધમાં પલાળી રાખો અને સફેદ ગાયને ખવડાવો. આનાથી ચંદ્ર શુભ ફળ આપવાનું શરૂ કરશે.
મંગળની શુભ અસર માટે તમે મંગળવારે લાલ ગાયને રોટલી પર ગોળ મૂકીને ખવડાવો. ગાયને કોઈપણ મીઠા પદાર્થ ખવડાવવાથી મંગળ શુભ ફળ આપવા લાગે છે.
શુક્રની શુભ અસર માટે તમારે શુક્રવારે ગાયને દહીં ચોખા ખવડાવવા જોઈએ. જે લોકો નિયમિત રીતે ગાયને ખવડાવે છે અથવા ગાયની સેવા કરે છે, તેની ઘણી પેઢીઓ પર સકારાત્મક અસર પડે છે અને લોકો પેઢી દર પેઢી આગળ વધે છે અને પ્રગતિ કરે છે.
જો તમે ગાયને રોટલી ખવડાવો છો, તો તમારા ઘરના બાળકોને અથવા તમારી આવનારી પેઢીઓને દુનિયાના તમામ સુખો પ્રાપ્ત થાય છે અને તેમને દરેક પ્રકારના ફાયદા અને પુણ્ય મળે છે.
જો કે, ધ્યાનમાં રાખો કે જ્યારે ગાય બેઠી હોય ત્યારે તેને રોટલી અને ગોળ ખવડાવવાથી વધુ ફળ મળે છે.
આ વારે ગાયને ખવડાવો આ વસ્તુ, મળશે ઘણું ધન :
શનિવારે અને રવિવારે ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો તમે વ્રત રાખીને ગાયને રોટલી ખવડાવો છો તો તમારું વ્રત સાર્થક અને ફળદાયી બની શકે છે.
આ સિવાય તમે પુણ્ય મેળવવા માટે મંદિરમાં પૂજા કર્યા પછી ગાયને રોટલી સહિત અન્ય વસ્તુઓ પણ ખવડાવી શકો છો. વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે.